Good News·23 માંથી 25

From the beginning of Adam and Eve’s sin in the garden, through Christ’s death, burial, and resurrection, God has paved the way back into a relationship with Him through Christ.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
યોહ. 17:1

ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
યોહ. 17

ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે. જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો. હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું. તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી. તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો. જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે. જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું. વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે, તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે. જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે. હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો. ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે; મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
ઈસુએ આપણા માટે જે કર્યું તેના શુભ સમાચાર કે જેને સુવાર્તા કહેવાય છે, તેને સમજવા માટે આપણે એકદમ પહેલેથી શરૂ કરવું પડશે, જ્યારે એક માત્ર સાચા ઈશ્વરે આ પૃથ્વી, તારાઓ અને અન્ય તમામ વસ્તુઓનું સર્જન કર્યું હતું. તેણે પ્રથમ લોકોને બનાવ્યા અને તેમને એક સુંદર બગીચામાં મૂક્યા કે જ્યાં તેઓ હંમેશા માટે સાથે રહી શકે. લોકો ઈશ્વરના નજીકના મિત્રો હતા અને ઈશ્વરે તેમને બગીચાના બધા વૃક્ષના ફળોનો આનંદ લેવા દીધો, સિવાય કે એક મનાઇ કરેલું વૃક્ષ. ઈશ્વરે તેમને તે વૃક્ષમાંથી ફળ ન ખાવાનું કહ્યું હતું કેમ કે તેમની પરિપૂર્ણ દુનિયામાં મૃત્યુ અને પીડા પ્રવેશ કરશે. પરંતુ તેમણે સાંભળ્યું નહીં. અને તે વૃક્ષમાંથી ફળ ખાધું. અને તેમની આ આજ્ઞાભંગને કારણે લોકો હવે ઈશ્વરની નજીક ન રહી શક્યા. હવે મૃત્યુ, પીડા અને જુદા થવું એ કિંમત છે જે આપણે ચૂકવવી પડશે. કારણ કે આપણે અમુક રીતે ઈશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો છે. આમ છતાં ઈશ્વર આપણને એટલા બધા ચાહે છે કે તેમણે તેમના આદર્શ પુત્ર ઈસુને દોષનો ટોપલો ઓઢવા અને લાકડાના વધસ્તંભ ઉપર ખીલાથી જડાઈને અને મૃત્યુ પામીને આપણી આજ્ઞાના અનાદર માટેની કિંમત ચૂકવવા મોકલ્યા છે. આપણી દૃષ્ટતાની કિંમત ચૂકવવા ઈસુએ આપણા માટે આપણી દૃષ્ટતા ઉપર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ, ત્રણ દિવસો સુધી મૃત રહ્યા બાદ તેઓ ફરી જીવીત થયા હતા. અને તેઓ પાછા આવ્યા ત્યારે, તેમણે મૃત્યુને સંપૂર્ણપણે અને કાયમ માટે હરાવ્યું હતું. અને આપણને ઈશ્વર સાથે હાલમાં અને કાયમ માટે જીવવાની તક આપી હતી. ઈશ્વરની અસીમ કૃપાથી, ઈસુએ ફરી એક વાર ઈશ્વર સાથે મિત્ર બનવાનું અને આપણી દૃષ્ટ ઈચ્છાથી મુક્ત જીવન જીવવાનું આપણા માટે શક્ય બનાવ્યું હતું. આ કરવાની એક માત્ર રીતે એ માનવાની છે કે ઈસુ આપણા માટે મૃત્યુ પામ્યા હતા, તેમની ક્ષમા સ્વીકારવી, અને તેઓ આપણને નવું જીવન આપી રહ્યા છે તે સ્વીકારવું. પછી, તેઓ આપણને એક શુદ્ધ, આનંદથી ભરેલું જીવન કાયમ માટે તેમની સાથે જીવવાની તાકાત આપશે. આને યાદ કરવાની એક ઉપયોગી રીત એ મુક્તિ કવિતા તરીકે ઓળખાતા એક સરળ ટૂંકા ગીત દ્વારા છે. નીચેના વિડીયોમાં આપણે જોશું કે શુભ સમાચાર શા માટે મહત્વના છે અને તેનો તમારા અને મારા માટે શું અર્થ છે. ઇસુ તમે આપ્યા પ્રાણ કુસ પર ઉઠ્યા ફરી બચાવવા સહુને કરો માફ હવે મારા પાપોને બનો તારણહાર, બનો મારા મિત્ર બદલો જીવન મારું હવે કરો નવું કરો મદદ, તમારા માટે જીવું બદલો જીવન મારું હવે કરો નવું કરો મદદ, તમારા માટે જીવું
JesusFilm