New Believer Course·3 માંથી 10

If Jesus were still dead, we could not experience his life. His Spirit living inside us is one of the greatest gifts he offers.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
1 કરિં. 15:1-5

હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા; વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’” કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
શું તમને કદી એ આશ્ચર્ય થયું છે કે શા માટે તે એટલું મહત્વનું છે કે આપણા માટે મૃત્યુ પામ્યા બાદ ઈસુ ફરીથી જીવીત થયા હતા? ચાલો થોડી ક્ષણ કલ્પના કરીએ કે એક મૃત્યુ પામેલ માણસ આપણને શું આપી શકતા હતા. શું તે આપણને જીવન આપી શકતા હતા? ના, આખરે તે મૃત્યુ પામ્યા હતા. મિત્રતા અંગે શું છે? હમ્મમ, કદાચ નહીં. આપણી જીંદગી બદલવાની તાકાત આપણને આપવા અંગે શું? સારું, તમે સમસ્યાને જુઓ છો. શુભ સમાચાર એ છે કે કારણ કે ઈસુ ફરીથી જીવીત થયા હતા અને હજુ પણ જીવે છે, માટે તેઓ દરેક બાબત બદલી શકે છે. પરંતુ તેઓ કેવી રીતે જીવન પાછું મેળવી શકે? ઈસુ સંપૂર્ણપણે શુદ્ધ હતા. જેનો અર્થ એ છે કે દૃષ્ટતા જે આપણને મારે છે તે તેમને કબરમાં રાખી શકતી નહોતી. તેઓ એક માત્ર વ્યક્તિ એટલા સારા છે કે તેમણે ખરેખર મૃત્યુ ઉપર જીત મેળવી હતી. માત્ર આપણને નિરાશામાંથી બહાર લાવવા માટે જ નહીં પરંતુ આપણી દૃષ્ટતાને દૂર કરવા અને આપણને તેમની સાથેનું જીવન આપવા માટે. સ્વતંત્ર અને આનંદભર્યુ, પ્રેમથી નિતરતું અને તેમના પ્રત્યે સેવાભાવવાળું જીવન. કારણ કે તેઓ આપે છે એ જીવનનો કદી અંત આવતો નથી.
JesusFilm