New Believer Course·7 માંથી 10

When we are born again, we need constant spiritual nourishment. Reading the Bible, praying, and worshipping him with others are ways we grow spiritually.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
1 પિત. 2:2

નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
જ્યારે આપણને ઈશ્વરની ક્ષમા મળે છે ત્યારે ઈસુ સાથેનો આપણો સંબંધ કેવી રીતે બદલે છે? દરેક વ્યક્તિ એક શુદ્ધ જીવન જીવવામાં નિષ્ફળ ગયા છે. તેથી આપણે જાણીએ છીએ કે આપણે દરેક બાબત માટે ઈશ્વર ઉપર આધાર રાખીએ છીએ. તેઓ આપણને ક્ષમા અને નવું જીવન એમ બને આપતા હોવાથી, ઈશ્વર આપણા તારણહાર બને છે. આપણને નવું જીવન જીવવામાં સક્ષમ બનાવીને, તેઓ આપણા ઈશ્વર પણ બને છે. ઈશ્વર એ છે જે તેના સેવકોને દોરવણી અને માર્ગદર્શન આપે છે અને તેઓ તેને અનુસરે છે અને આજ્ઞાનું પાલન કરે છે. તેઓ તેમના સેવકોની રક્ષા કરે છે અને તેમને વિકસવા માટે અને તેમની સેવા કરવા માટે જેની જરૂર છે તેવી દરેક બાબત તેમને પૂરી પાડે છે. પરંતુ તે માત્ર આપણા ઈશ્વર જ નથી. તેઓ આપણા એકદમ નજીકના મિત્ર પણ બનવા ઈચ્છે છે. ઈસુ મૃત્યુ પામ્યા હતા તે પહેલા, તેઓ હકીકતમાં તેમના અનુયાયીઓને મિત્રો કહીને બોલાવતા હતા. જ્યારે તેઓ ફરીથી જીવીત થયા હતા ત્યારે પ્રથમ જે કરવા માંગતા હતા તે તેમના મિત્રો સાથે ભોજન કરવાનું હતું. તેમણે તેઓને તેમના હાથ અને બાજુમાં રહેલા જખમો બતાવ્યા હતા. એ દર્શાવવા માટે તેઓ મૃત્યુ પામ્યા હતા અને ફરીથી ઊભા થયા હતા કારણ કે તેઓ તેમને ચાહતા હતા અને કાયમ તેમની સાથે રહેવા માંગતા હતા. અને દરરોજ તેઓ આપણને ક્ષમા કરતા, માર્ગદર્શન આપતા, તાકાત આપતા અને હજુ પણ આપણી અંદર રહેલ દૃષ્ટતા સહિત, દરેક દુશ્મનથી આપણું રક્ષણ કરતા આપણી સાથે હોય છે. આપણા તારણહાર, ઈશ્વર તરીકે અને આપણા મિત્ર તરીકે પણ.
JesusFilm